આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલ ફીટ ઈન્ડિયા રન
25/09/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.25/09/2021ને શનિવારના રોજ સપ્તધારાના ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કૉલેજ કક્ષાએ આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે ફીટ ઈન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સહુ પ્રથમ હાજર વિદ્યાર્થીઓને આઝાદીના અમૃત મહોત્સવ અને ફીટ ઈન્ડિયા રનની સંકલ્પના સમજાવવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓ કૉલેજના વોલીબોલ મેદાનથી રીંગ રોડ સુધી સ્વ-કાર્યક્ષમતા પ્રમાણે વોકિંગ કે રનીંગ કરીને કૉલેજ કેમ્પસમાં પરત આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને દેશભક્તિ, સ્વતંત્રતાના સંઘર્ષ વગેરેને આત્મસાત કરવાનો પ્રયાસ કરેલ. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અધ્યાપકશ્રીઓ પણ જોડાયા હતા. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વે અધ્યાપકગણની સહાયથી પ્રસ્તુત કાર્યક્રમનું સફળ આયોજન ખેલ,કૂદ યોગધારા અને શારીરિક શિક્ષણ વિભાગના ડૉ.એસ.એન.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. હાજર વિદ્યાર્થીઓને આ પ્રસંગે ચા-નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.